Skip to main content
Transit of Venus
૨૧મી સદીનું એક માત્ર શુક્રનું સંક્રમણ ૬ જૂને
હવે પછી આવી ઘટના ઈ.સ.૨૧૧૭માં જોવા મળશે : ૬ જૂને ભારતમાં આ ખગોળીય ઘટના ચાડા ચાર કલાક સુધી જોવા મળશે
જીવનમાં જન્મ તારીખ દર વર્ષે આવે, બેસતુ વર્ષ દર વર્ષે આવે સ્વતંત્રતા દિવસ
દર વર્ષે આવે પરંતુ જેમ માનવીનો જન્મનો પ્રસંગ તો એકજ વાર આવે. બરાબર આવી જ
એક ખગોળીય ઘટના તા.૬ઠી જૂન ૨૦૧૨ બુધવારે સવારના સૂર્યોદયથી સાડા દસ વાગ્યા
સુધી સમગ્ર ભારતમાં જોવા મળવાની છે. અને તેનું નામ છે 'શુક્ર ગ્રહનું
સંક્રમણ’ જેને અંગ્રેજીમાં ટ્રાન્ઝીટ ઓફ વિનસ કહે છે. આ ઘટના ફરીવાર
ઈ.સ.૨૧૧૭માં જોવા મળશે. એટલે કે ઓછા ઓછા બે નવા જન્મો પછી. આ સદીમાં આ
ખગોળીય ઘટના જોવાનો છેલ્લો ચાન્સ છે.
વધુમાં વિગત આપતા ખગોળપ્રેમી જણાવે છે
કે આ ઘટનામાં અતિ તેજસ્વી શુક્ર ગ્રહ સૂર્યના બિંબમાંથી ડાબી બાજુથી જમણી
બાજુ એક કાળા બિંદુ રૂપે પસાર થતો જોવા મળશે. ખરેખર આ ઘટના ૬ કલાકની ૪૦
મીનીટની છે. પરંતુ આપણે ત્યાં સૂર્યોદય મોડો થતો હોઈ માત્ર સાડા ચાર કલાક જ
આ ઘટના બનતી જોઈ શકાશે.
ખગોળની દ્રષ્ટીએ શું અગત્યતા આ ઘટના દર્શાવે છે. આ ઘટનાને કેવી રીતે જોવી આવી તમામ વિગતો અને નિર્દેશન ટુંક સમયમાં ભાવનગરમાં યોજાશે.
તો ખગોળ પ્રેમીઓ અને અન્ય ચાહક નાગરીકો માત્ર જીવનમાં એકજ વખત જોઈને માણી
શકાય એવી આ ઘટના જોવા તૈયાર થઈ જાવ. વન્સ ઈન એ લાઈફ ટાઈમ ઓપોચ્ર્યુનીટી
શું છે આ ઘટના...
ખગોળવિદ્દોના જણાવ્યા મુજબ ૬ જૂનની આ શુક્રના સંક્રમણની ઘટના આઠ વર્ષ બાદ
થશે. શુક્ર ગ્રહના પરાગમનની આ ખગોળીય ઘટના છે. સૂર્ય, ચંદ્રગ્રહણની તરત જ
બુધ, શુક્રને પણ ગ્રહણ લાગે છે. પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્રની સિવાયની
બુધ અને શુક્ર આ બે ગ્રહો આવે છે. જ્યારે પણ આ બન્ને ગ્રહ સૂર્યની સામેથી
પસાર થાય છે તો પરાગમનની ઘટના બને છે. અગાઉ ઈ.સ.૨૦૦૪માં આ ઘટના થયેલી અને
હવે ઈ.સ.૨૧૧૭માં આવી ઘટના થશે. જેમાં શુક્રનો ગ્રહ સૂર્યની સામે ક્રિકેટના
દડાની જેમ નાનકડા ટપકા સ્વરૂપે પસાર થતો જોવા મળશે.
Comments
Post a Comment