માટલામાં પાણી ઠંડું કેવી રીતે રહે છે?
મિત્રો, કેટલીકવાર આપણે સાંભળતા કે અનુભવતા હોઈએ છીએ કે માટલાનું પાણી એકદમ શીતળ હોય છે કે તે માટલામાં ઠંડુ રહે છે કે માટલાંના પાણીથી સંતોષ છીપાય છે વગેરે વગેરે...માટલાનું પાણી ઠંડું રહેવા પાછળ બાષ્પીભવનની પ્રક્રિયા જવાબદાર છે. બાષ્પીભવન થવા માટે પ્રવાહીનું વરાળમાં રૂપાંતર થવું જરૂરી છે. આ માટે પ્રવાહીને ગરમી મળે તે પણ જરૂરી છે, પરંતુ માટલામાં ઠંડા પાણી રહે તે માટે કુદરતી રીતે થતી બાષ્પીભવનની પ્રક્રિયા જવાબદાર છે. માટલું માટીમાંથી બનાવવામાં આવે છે. હવે માટીના કણો ભલે એકબીજા સાથે જોડાયેલાં હોય છતાંપણ માટલામાં સૂક્ષ્મછેદ રહેલાં હોય છે. આ છેદને કારણે માટલામાં રહેલું પાણી શોષાય છે અને ત્યારબાદ આ પાણી બાષ્પીભવન પામવાની પ્રક્રિયા તરફ આગળ વધે છે. પરિણામે તે માટલાંને જે ગરમી અડે છે તે શોષી લે છે અને હવામાં બાષ્પીભવન પામે છે અને આ રીતે માટલાંને જે ગરમી અડે છે તે પાણી દ્વારા શોષાઈ જાય છે અને માટલામાં રાખેલું પાણી ગરમ નથી થતું. કાચના ગ્લાસમાં કે અન્ય કોઈ વાસણ કે જે માટીમાંથી ન બન્યું હોય તેમાં પાણી નૈર્સિગક રીતે ઠંડું નથી થતું કારણકે તેમાં કાણાં નથી હોતા.
Perfect...thank
ReplyDelete