અલ નીનો શું છે?


મિત્રો,વિજ્ઞાનીઓ એપ્રિલ કે મે મહિનાની આસપાસ જ વર્ષનું ચોમાસું કેવું રહેશે તેની આગોતરી જાણકારી આપતા હોય છે કે આગાહી કરતા હોય છે. આમ તો આ આગાહી કરવા પાછળ ઘણાંબધાં પરિબળો ભાગ ભજવતાં હોય છે. આ પરિબળોમાંનું એક પરિબળ છે - અલનીનો. અલનીનો શું છે, તેની અસરો અને તેની પ્રક્રિયા વિશે આજે માહિતી મેળવીએ.
 છેલ્લા કેટલાક સમયથી ઋતુઓમાં ભારે ગરબડ ગોટાળા ચાલી રહ્યા છે. ગ્લોબલ ર્વોિમગનાં ચિહ્નોરૃપ કમોસમી વરસાદ, હિમવર્ષા અને અસહ્ય ગરમી. જો તકેદારી નહીં રાખવામાં આવે તો માઠાં પરિણામો ભોગવવાં પડશે તેના પડઘા પડવાની શરૃઆત થઈ ચૂકી છે. આ બધી ઘટના પાછળ અલ નીનો નામનું પરિબળ જવાબદાર છે. પહેલાં તો નામ જ થોડું અપરિચિત લાગે છે હેં ને. પણ અલ નીનોનાં સારાં અને ખરાબ પરિણામો તો ગુજરાતની સાથે સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વ ભોગવતું આવ્યું છે. જો કે વિજ્ઞાને કરેલી પ્રગતિ એને શોધોને કારણે અલ નીનો વિશે મહિતી મેળવવાનું શક્ય બન્યું છે. અલ નીનો એ એક વૈજ્ઞાનિક ઘટના કે પ્રક્રિયા છે. જે સમુદ્રમાં આકાર લે છે. સમુદ્રના તાપમાનમાં થતો ફેરફાર એ અલ નીનોને અસર કરે છે. પેસિફિક મહાસાગર એ અલ નીનોનું જન્મસ્થાન છે. સમુદ્રના તાપમાનમાં જે ફેરફાર થાય છે તેની અસર વાતાવરણ પર પડે છે અને વાતાવરણમાં બદલાવની અસર પર્યાવરણ પર પડે છે અને અલ નીનોની ભૌગોલિક અસર સમગ્ર વિશ્વ પર પડે છે. એક રીતે અલ નીનોને કુદરતી આફત ગણવામાં આવે છે. અલ નીનો ડિસેમ્બર મહિનાથી એપ્રિલ મહિનાની વચ્ચે આકાર લે છે. નૈઋત્યમાંથી વાતા મોસમી પવનો જ્યારે પેસિફિક સમુદ્ર પરથી પસાર થાય છે ત્યારે સમુદ્રની સપાટી પર એક પ્રકારનું દબાણ ઉત્પન્ન થાય છે જેને કારણે હિંદ મહાસાગરની સપાટી પરનું દબાણ નીચું જતું રહે છે અને આ દબાણ હવામાન પર અસર કરે છે જેની અસર મોસમ અને ઋતુઓમાં બદલાવ સ્વરૃપે જોવા મળે છે. અલ નીનોને કારણે ક્યારેક અતિવૃષ્ટિ તો ક્યારેક અનાવૃષ્ટિનો પણ સામનો કરવો પડતો હોય છે.વૈજ્ઞાનિકો અલનીનોના અભ્યાસ પરથી વરસાદ અને હવામાન સંબંધિત અન્ય આગાહી કરતા હોય છે.

Comments

Popular Posts