દુનિયાને બદલનારા વિજ્ઞાનના પ્રયોગો
દુનિયાને બદલનારા વિજ્ઞાનના પ્રયોગો
પ્રયોગ
એ વિજ્ઞાનનું બળ છે. પ્રયોગોથી જ વિજ્ઞાન વિકાસ પામે છે. કોઈ પણ વસ્તુ આમ
કેમ થયું? તે જાણવા માટે પ્રયોગ કરીને ખાતરી કરવી પડે. આ પ્રયોગો ઘણી વાર
સાવ સરળ અને સાદા હોય પણ તેના પરિણામો ઘણાં મોટાં હોય છે. ઘણા મહાન
વિજ્ઞાાનીઓએ કરેલા આવા પ્રયોગોએ દુનિયા બદલી નાખી છે. તેમાંના કેટલાંક
જાણવા જેવાં છે
.
(૧) ૧૫૮૯માં ગેલીલિયોએ પ્રયોગ કરી સાબિત કર્યું કે ઊંચેથી ફેંકાયેલી તમામ ચીજો એક સરખી ઝડપથી જમીન પર પડે છે. પીસાના ટાવર પરથી તેણે જુદા જુદા વજનના દડા એક સાથે જમીન પર નાખીને આ સિધ્ધાંત રજુ કર્યો. આ સિધ્ધાંતને આધારે ગતિ અને ગુરુત્વાકર્ષણ સંબંધી સંશોધનોને વેગ મળ્યો.
(૧) ૧૫૮૯માં ગેલીલિયોએ પ્રયોગ કરી સાબિત કર્યું કે ઊંચેથી ફેંકાયેલી તમામ ચીજો એક સરખી ઝડપથી જમીન પર પડે છે. પીસાના ટાવર પરથી તેણે જુદા જુદા વજનના દડા એક સાથે જમીન પર નાખીને આ સિધ્ધાંત રજુ કર્યો. આ સિધ્ધાંતને આધારે ગતિ અને ગુરુત્વાકર્ષણ સંબંધી સંશોધનોને વેગ મળ્યો.
(૨) પૃથ્વી પર મેઘધનુષ લાખો વર્ષથી થાય છે. પ્રાચીન કાળના લોકોએ તે જોયું હશે પરંતુ તેમાં દેખાતા સાત રંગોનું રહસ્ય ઈ.સ. ૧૬૭૨માં આઈઝેક ન્યૂટને પ્રયોગ કરીને શોધ્યું. ત્રિપાશ્વૅ કાચમાંથી સફેદ કિરણ પસાર કરીને દીવાલ ઉપર તેણે મેઘધનુષ ઉત્પન્ન કરવાનો પ્રયોગ કરીને સફેદ રંગ સાત રંગોનો બનેલો છે તેવી શોધ કરી. ત્યાર પછી તો ઈન્ફ્રારેડ અને અલ્ટ્રાવાયોલેટ જેવા કિરણો રેડિયો એક્ટીવીટી અંગે અનેક સંશોધનોને વેગ મળ્યો.
(૩) ૧૭૯૮માં હેન્રી કેવેન્ડીશે સાવ સાદા પ્રયોગ દ્વારા પૃથ્વીનું વજન કર્યું. તેણે બે લાકડીઓ લીધી. એક લાકડીના બંને છેડે બે નાના દડા ફીટ કર્યા અને બીજી લાકડીના છેડે મોટા દડા ફિટ કરીને એક સઘન બનાવી તેના આધારે પૃથ્વીનું દળ નક્કી કર્યું. આ સાદા પ્રયોગે ગુરુત્વાકર્ષણ બળ અંગેનાં સંશોધનોનો પાયો નાખ્યો.
(૪) આર્કિમિડિઝે તો પોતે બાથટબમાં સ્નાન કરવા પડયો અને પાણી છલકાઈને બાથટબમાંથી બહાર પડયું. તેના પર ઊંડો વિચાર કરીને પ્રયોગો કર્યા અને શોધી કાઢયું કે પાણીમાં કોઈ વસ્તુ પડે ત્યારે તેના કદ જેટલા જ પાણીને સ્થળાંતર કરે છે. દરિયાના પાણીમાં હજારો ટનના જહાજ તરે છે તેનું રહસ્ય આર્કિમિડિઝના સાદા પ્રયોગે જ સમજાવ્યું હતું.
Source: http://gujaratsamachar.com/beta/index.php/articles/display_article/world-science-experiments
Comments
Post a Comment