દમિત્રિ મેન્ડેલીવ



 પિરિયોડિકલ ટેબલનો શોધક ઃ દમિત્રિ મેન્ડેલીવ
 

પૃથ્વી પર ઘણાં બધાં ખનીજો, રસાયણો અને વાયુઓ મળી આવે છે. ઘણાં દ્રવ્યો વિવિધ રસાયણોના સંયોજન કે મિશ્રણથી બનેલાં હોય છે તો ઘણાં કુદરતી તત્ત્વ હોય છે. કાર્બન, ઓક્સિજન, હાઈડ્રોજન, સોનું, યુરેનિયમ એમ ઘણાં દ્રવ્યો મૂળભૂત અને સ્વતંત્ર તત્ત્વ છે. દરેક પદાર્થ અણુનો બનેલો છે અણુમાંય ઈલેક્ટ્રોન અને પ્રોટોન જેવા કણો હોય છે. દરેક તત્ત્વના અણુમાં ઈલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા ચોક્કસ હોય છે અને એ મુજબ તેની ઓળખ હોય છે. અણુની આ સમજના આધારે દમિત્રિ મેન્ડેલીવ નામના વિજ્ઞાાનીએ એક એવો કોઠો બનાવ્યો કે દરેક તત્ત્વને તેના ઈલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યાના આધારે આંકડા સાથેની સંજ્ઞાા અને નંબર આપ્યા. આ કોઠાને પિરિયોડિકલ ટેબલ કે આવર્ત કોષ્ટક કહે છે. જે રસાયણશાસ્ત્રના અભ્યાસમાં જરૃરી અને ઉપયોગી છે.
દમિત્રિ મેન્ડેલીવનો જન્મ ઈ.સ. ૧૮૩૪માં સાઈબિરિયાના ટોબોલ્સ્ક ગામે થયો હતો. સેન્ટ પિટ્સબર્ગ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ થયા બાદ તે પ્રોફેસર બન્યો હતો. દમિત્રિ તેની શરૃઆતની કારકિર્દીમાં જ એક અગ્રણી વિજ્ઞાાની તરીકે પ્રસિધ્ધ થયો. તેણે હાઈડ્રોડાયનેમિક, ભૂસ્તર શાસ્ત્ર અને રસાયણ શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરેલો. પિરિયોડિકલ ટેબલ તેની મહાન શોધ બની. તેણે રશિયામાં મેટ્રિક સિસ્ટમ દાખલ કરેલી. તેણે એક સળંગ પણ ધૂમાડો ન નીકળે તેવા પદાર્થની શોધ કરેલી. જીવનભર વિજ્ઞાાન સાથે સંકળાઈને તેણે ઘણા એવોર્ડ મેળવેલા. તે બ્રિટનની રોયલ સોસાયટીનો સભ્ય પણ બનેલો. તેણે વિજ્ઞાાનના શિક્ષણ માટે પણ ઘણાં યોગદાન આપેલા. એ પ્રોજેક્ટ ફોર સ્કૂલ ટીચર તેનું પ્રસિધ્ધ પુસ્તક છે. ૧૯૦૭ના ફેબ્રુઆરીની બીજી તારીખે તેનું અવસાન થયેલું.




Source: http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/table-finder-periodic-fall-dmitri-mendeleev

Comments

Popular Posts