'હેલી' ધૂમકેતૂનો શોધક ઃ એડમન્ડ હેલી
એડમન્ડ હેલીનો જન્મ ઇગ્લેન્ડના હેગરસ્ટોન ગામે ઇ.સ.૧૬૫૬ના નવેમ્બરની ૮ તારીખે થયો હતો. તેના પિતા સાબુના વેપારી હતા. તે સંપત્તિવાન હતા. એડમન્ડ હેલીએ ઘરે ટયુશન દ્વારા પ્રાથમિક શિક્ષણ લીધા બાદ સેન્ટ પોલ સ્કૂલમાં અને ત્યાર બાદ ક્વીન્સ કોલેજમાં વધુ અભ્યાસ કરવા દાખલ થયો. એડમન્ડને ખગોળશાસ્ત્ર અને આકાશનું અવલોકન કરવાનો શોખ હતો. અભ્યાસ પૂરો કર્યા વિના જ તે જ્હોન ફલેમસ્ટીડ નામના વિજ્ઞાાની સાથે ખગોળશાસ્ત્રનો અભ્યાસ કરવા જોડાયો.
ધનિક પિતાની મિલકત અને બ્રિટનના રાજાની સહાયથી એડમન્ડે સેન્ટ હેલેના ટાપુ પર પોતાની વેધશાળા શરૃ કરી અને વિવિધ ગ્રહોનો અભ્યાસ કરી દક્ષિણ ગોળાર્ધના આકાશના તારાઓના ચાર્ટ તૈયાર કર્યા. કોલેજનો અભ્યાસ અધૂરો છોડયો હોવા છતાંય તે સફળ ખગોળશાસ્ત્રી તરીકે પ્રસિદ્ધ થયો. તેને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભૂગોળના પ્રોફેસર તરીકે નિમણુક મળેલી. ઇ.સ. ૧૭૦૫માં તેણે ધૂમકેતૂઓની ગતિવિધિ અંગે એક પુસ્તક પ્રસિદ્ધ કર્યું.
ખગોળશાસ્ત્ર ઉપરાંત તેણે દરિયાના પેટાળમાં સંશોધન કરવા માટે ડાઇવિંગ બેલ્સ પણ શોધેલા. ઇ.સ. ૧૭૪૨ના જાન્યુઆરીની ૧૪ તારીખે તેનું લંડનમાં અવસાન થયેલું.સૂર્યમાળામાં ગ્રહો, લઘુગ્રહો, ઉલ્કાઓ અને ધૂમકેતુ જોવા મળે છે. ધૂમકેતુ એક વિશિષ્ટ અવકાશી પદાર્થ છે.
source: http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/halley-comet-finder-edmond-halley
પૃથ્વી પર જીવન ન હતું ત્યારે ફ્કત અગ્નિ હતી લાવા હતો પરંતુ આવા ધૂમકેતુ કે જે બરફ થી બનેલા હોય છે તે પૃથ્વી સાથે ટકરાયા હતાં અને પૃથ્વી પર જીવન શક્ય બન્યુ પાણી આવ્યું ધરતી ઠરી...... મારા મનના વિચારો.....રસિક
ReplyDelete