ધરતીકંપનું કારણ


જમીનના પેટાળમાં તતી ભૌગોલિક હિલચાલ એટલે ભૂકંપ. આમ તો હસવામાં એવું કહેવામાં આવે છે કે પૃથ્વી જ્યારે ગુસ્સે થાય છે ત્યારે તેનો ગુસ્સો ભૂકંપના સ્વરૃપમાં વ્યક્ત કરે છે. પણ આપણે આજે ભૂકંપ આવવા પાછળના વૈજ્ઞાનિક કારણ વિશે માહિતી મેળવીશું. આખા વિશ્વમાં દર વર્ષે લાખોની સંખ્યામાં નાના-મોટી માત્રામાં ભૂકંપીય ગતિવિધી ચાલુ રહેતી જ હોય છે. જમીનની સપાટી જુદાં જુદાં ૨૦ પાતળાં સ્તરો જેને પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે તેમાં વહેંચાયેલી છે. આ પ્લેટો ધીરે ધીરે સ્થાનાંતર કરતી રહે છે. પંરતુ જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે ત્યારે તેમની સ્થાનાંતરની પ્રક્રિયામાં ખલેલ ઉદ્ભવે છે અને ભૂકંપ આવે છે. ઉદાહરણ તરીકે એક ચોક છે. આ ચોકને બંને બાજુએ એક સરખું દબાણ આપવામાં આવે તો તે વચ્ચેથી તૂટી જશે. બસ, એવું જ કંઈક આ પ્લેટ સાથે થાય છે. જ્યારે પ્લેટની બંને બાજુએ દબાણ ઉદ્ભવે છે ત્યારે તે દબાણના કારણે વચ્ચેથી તૂટે છે અને આ તૂટવાની જે ક્રિયા થાય છે તેને કારણે ધરામાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે. જ્યારે પ્લેટ અથડાય છે કે તૂટે છે ત્યારે ભૂકંપની ઘટના ઘટે છે. વિવિધ ખંડો જુદી જુદી પ્લેટ પર આવેલાં છે. જે જુદી જુદી દિશામાં, જુદી જુદી ઝડપે ગતિ કરે છે. આ પ્લેટને ટેકટોનિક પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. ભૂકંપની તીવ્રતા માપવા માટે સિસ્મોગ્રાફનો ઉપયોગ કરવામાં આવે છે. જે સ્થળે પ્લેટ એકબીજા સાથે અથડાય છે તેને ભૂકંપનું કેન્દ્રબિંદુ (એપિસેન્ટર) તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ દરિયાઈ ભૂકંપ એટલે કે સુનામીની. સુનામીએ કોઈ ભરતીની પ્રક્રિયા નથી. ભરતી અને ઓટની પ્રક્રિયા તો ચંદ્ર અને અન્ય ગ્રહો પર અવલંબિત છે. દરિયાના પેટાળમાં જ્યારે પ્લેટ એકબીજા સાથે અથડાય છે ત્યારે સુનામી આવે છે. ભૂકંપની તીવ્રતા માપવાનો એકમ રિચર સ્કેલ તરીકે ઓળખાય છે. જ્યારે ભૂકંપ આવે છે ત્યારે એ સમયગાળામાં એક અણુબોમ્બ દ્વારા ઊર્ત્સિજત કરવામાં આવતી ઊર્જા કરતાં દસ ગણી ઊર્જા પૃથ્વીના પેટાળમાંથી ઊર્ત્સિજત થાય છે. જ્યારે પણ ભૂકંપ આવે ત્યારે કેટલીક સાવધાની રાખવાનું ચૂકો નહીં. જેમકે તમે ઘરમાં હો તો માથાને ઈજા ન પહોંચે એવી કોઈ જગ્યાએ ઊભા રહેવાનું રાખો. ભૂકંપ ચાલુ હોય ત્યારે દાદર ઉતરીને ઘરની બહાર જવા જેવી ભૂલ ન કરો. જો છત પર જવાનું આસાન હોય તો છત પર પહોંચી જાવ. જો ભૂકંપ આવ્યો હોય અને તમે ઘરની બહાર હો તો મોટી ઈમારતો, વૃક્ષો અને વીજળીના થાંભલાથી દૂર રહેવું જોઈએ.

Comments

Popular Posts