પ્લેનેટોરિયમ શું છે?
પ્લેનેટોરિયમ એક ખાસ પ્રકારની વિજ્ઞાનનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલી ઇમારત છે. પ્રકાશવિજ્ઞાનનો ઉપયોગ કરીને જુદી જુદી વસ્તુઓના પ્રતિબિંબ પ્રોજેક્ટર ઝીલવામાં આવે છે. જ્યાં એક ડમ્બેલ આકારનું પ્લેનેટોરિયમ પ્રોજેક્ટર રાખવામાં આવ્યું હોય છે. લેન્સિસ, પ્રિઝમ તથા અરીસાઓથી સુસજ્જ આ એક જટિલ ઉપકરણ છે. પ્રકાશના તરંગોને આ ઉપકરણોની મદદથી પડદા ઉપર ઝીલવામાં આવે છે. પૃથ્વીથી કરોડો માઇલ દૂર તારાઓને પ્લેનેટોરિયમમાં એકદમ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. પ્લેનેટોરિયમ પ્રોજેક્ટર સૂર્ય, ચંદ્ર તથા સૌરમંડળના અન્ય ગ્રહો અને અવકાશ પિંડો, નિહારિકાઓની ગતિવિધિ આબેહૂબ બતાવે છે. આધુનિક પ્લેનેટોરિયમ સ્લાઇડ પ્રોજેક્ટર્સથી સજ્જ હોય છે. પ્લેનેટોરિયમનો ઉપયોગ અંતરિક્ષ વિજ્ઞાનીઓ કરે છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ ખગોળશાસ્ત્રમાં રસ લેતા હોય તેમને બ્રહ્માંડ વિશે માહિતગાર કરાવવા માટે પણ પ્લેનેટોરિયમ જરૂરી છે. વિશ્વમાં સૌથી પહેલું પ્લેનેટોરિયમ ઈ.સ. ૧૯૨૩માં જર્મનીની જીસ ઓપ્ટિકલ કંપનીના વોલ્ટર બોસફેલ્ડ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આજે વિશ્વના લગભગ મોટાં શહેરોમાં ગુંબજ આકારના આ ભવન એટલે કે પ્લેનેટોરિયમ સ્થાપિત કરવામાં આવ્યાં છે. લોકોને અવકાશની તથા અવકાશીય પિંડોની માહિતી મળે તે માટે પ્લેનેટોરિયમમાં પ્લેનેટોરિયમ પ્રોજેક્ટર રાખવામાં આવ્યા હોય છે. વિશ્વનું સૌથી મોટું પ્લેનેટોરિયમ રશિયાની રાજધાની મોસ્કોમાં આવેલું છે. તે ૨૫.૧૫ વ્યાસવાળા એક મોટા મકાનમાં આવેલું છે. અમેરિકાના સાનફ્રાન્સિસ્કોમાં આવેલા પ્લેનેટોરિયમમાં લગભગ ૨૫,૦૦૦ નાનાં મોટાં મશીન જોડાયેલાં છે અને તેનું વજન ૨.૫ મેટ્રિક ટન છે. આપણાં દેશનાં અનેક નાનાં-મોટાં શહેરોમાં પ્લેનેટોરિયમ આવેલા છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=16458
સરસ લેખ છે.
ReplyDelete